મધ્યપ્રદેશના રીવામાં એક ટ્રેઇની પ્લેન દુર્ઘટનાનો (Rewa Plane Crash) શિકાર બન્યું છે. ચોરહાટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામમાં મંદિરના શિખર સાથે અથડાયા બાદ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને કારણે વિમાનમાં હાજર પાઇલટ અને ટ્રેઇની પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન પાયલોટનું મોત નીપજ્યું હતું.