નવા નાણાકીય વર્ષ 2023 - 24ની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા બજેટની તૈયારી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાંગલેએ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં વર્ષ 2023-24 માટેના નાણાકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.