જોશીમઠમાં જમીનમાં તિરાડોનું કારણ આવ્યું સામે? ઓલીમાં રોપવે સેવા બંધ

Sandesh 2023-01-05

Views 160

ઉત્તરાખંડમાં પ્રખ્યાત ધાર્મિક સ્થળ જોશીમઠ શહેરનું અસ્તિત્વ જોખમમાં છે. જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે લગભગ 500 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. અનેક જગ્યાએ રસ્તાઓ પણ તૂટી ગયા છે, વીજ થાંભલાઓ ઉખડી ગયા છે. પરિસ્થિતિ એટલી સંવેદનશીલ છે કે લોકોને ઘરની બહાર રાત વિતાવવાની ફરજ પડી છે. દરેક સમયે કોઈને કોઈ અપ્રિય ઘટના બનવાની આશંકા રહે છે. દુર્ઘટનાનો સામનો કરી રહેલા સ્થાનિક નાગરિકો સરકારના વલણથી નારાજ છે. તો બીજીબાજુ જોશીમઠમાં એશિયાના સૌથી લાંબા રોપવેને પર્યટકો માટે બંધ કરી દેવાયો છે. તેમજ બે હોટલ પણ બંધ કરાઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS