ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક બાદ એક ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરીથી હોકી પ્લેયરનું ગળું કપાવવાથી મોત નીપજ્યું હતું. જે ઘટનાને હજુ બે દિવસ પણ થયા નથી ત્યારે વધુ એક 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.