અમદાવાદના નાગરિકોને ટેક્સમાં રાહત મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના મિલકતવેરાની જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલા સહિતની બાકી ટેક્સની ઝડપી વસુલાત થાય તેમજ ચાલુ વર્ષ સિવાયની કુલ બાકી મિલકતવેરાની રકમ માટે વ્યાજની રકમમાં ઇન્સેન્ટિવ રિબેટ યોજના 6 જાન્યુઆરી 2022થી 31 જાન્યુઆરી 2023 સુધી પ્રથમ તબક્કામાં અમલમાં મુકવામાં આવશે. આજે મળેલી રેવન્યુ કમિટીમાં વ્યાજ માફીની સ્કીમ મુકવામાં આવી હતી. જેની રેવન્યુ કમિટીએ મંજૂર કરી છે. આ વ્યાજ માફીની સ્કિમ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે.