કોંગ્રેસે બુધવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક મામલે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. આ અંગે CRPFએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ સોંપ્યો છે. CRPFએ ગૃહ મંત્રાલયને જણાવ્યું કે રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધીમાં 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. CRPF અનુસાર, ભારત જોડો યાત્રા દરમિયાન પણ આવું ઘણી વખત બન્યું છે.