અમરેલી સિવિલ હોસ્પિટલના અંધાપા કાંડમાં ઘટનાના અનેક દિવસો પછી પણ કોઇપણ જવાબદાર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી કે પાયાની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી જેથી આ સમગ્ર ઘટના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોજ પાસે પહોંચતા આયોગે રાજ્યના હેલ્થ સચિવને નોટિસ ફટકારી છે.
આ સમગ્ર ઘટના અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીને ફરિયાદ કરનાર કાંતિલાલ પરમારે જણાવ્યું કે અમરેલી શહેરમાં આવેલ શાંતાબા હોસ્પિટલમાં આંખના ઓપરેશન કર્યા બાદ 25 દર્દીઓને આંખોમાં અંધાપો આવી ગયેલ અને દેખાતું બંધ થઇ ગયું હતું. બાદમાં દર્દીઓને વધારે સારવાર માટે રાજકોટ, ભાવનગર, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.