નાના પડદાની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા કરી મોતને વ્હાલું કરતાં સર્વત્ર ચર્ચાનો વિષય બની ગયો છે. ગયા શનિવારે 20 વર્ષની ટીવી અભિનેત્રીએ સીરિયલના સેટ પર ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ દરમિયાન દરેક લોકો તુનિષા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તુનીશાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણા મહત્વના સવાલો સામે આવ્યા છે. નોંધનીય છે કે પોલીસે આ મામલે તુનિષા શર્માના પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન મોહમ્મદ ખાનને પણ કસ્ટડીમાં લીધો છે.