ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસે ફરીથી ફૂંફાડો માર્યો છે અને હાહાકાર મચાવી રહ્યો છે. તેના પગલે ભારત સરકાર પણ એલર્ટ થઇ ગઇ છે અને જરૂરી તમામ પગલાં ભરી રહી છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે કોવિડને લઇ ખાસ વાત કરી.
કોરોનાને લઈને મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું કે કોરોનાને રોકવા સરકાર પગલા લઈ રહી છે. વિજ્ઞાપનોના માધ્યમથી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ચીન અને અમેરિકામાં વધ્યા છે કોરોનાના કેસ. તહેવારોની ઉજવણી દરમિયાન એલર્ટ રહેવા સૂચના આપી છે.