અમદાવાદની હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસમાં મોટો ધડાકો થયો છે. જેમાં કર્ણ હોસ્પિટલમાં 2 હત્યાને લઇને ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં 3 મહિના પહેલા આ હોસ્પિટલની
બહારથી લાશ મળી હતી. જેમાં 75 વર્ષના વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. તથા હોસ્પિટલના કંપાઉન્ડરની પહેલા પણ ઉલટ તપાસ થઇ હતી. તેમાં કંપાઉન્ડર મનસુખ આ કેસમાં શંકાના
દાયરામાં છે. તેથી મનસુખની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે.