AAPના વિસાવદરના ધારાસભ્યની ભાજપમાં જોડાવવાની વાતમાં હવે નવો વળાંક આવ્યો છે. AAPના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મિડીયાને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મારી ભાજપમાં જોડાવવાની વાત અફવા છે. મેં હજુ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. ગાંધીનગર મારા કામથી આવ્યો છું. જ્યારે સી.આર પાટીલને મળવા અંગે તેમણે કહ્યું કે આ શુભેચ્છા મુલાકાત હતી. વધુમાં તેમણે કહ્યું કે મારે હજુ જનતાને મળવાનું બાકી છે. જનતા અને કાર્યકરો કહેશે તેમ કરીશ. આ ઉપરાંત તેમણે વિજય રૂપાણી સાથે તેમના પારિવારીક સંબંધ હોવાનું જણાવ્યું હતું તો PM મોદીની કામગીરીને વખાણી હતી અને કહ્યું હતું કે PM મોદીએ દેશની શાન વધારી છે.