ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. વિપક્ષ દ્વારા લાંબી યાદી તૈયાર કરવામાં આવી છે. ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તૈયારી ચાલી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અત્યારે કોંગ્રેસ કહી રહી છે કે તે ગૃહની કાર્યવાહી સ્થગિત નહી થવા દે અને ચર્ચા પર ભાર મુકશે, જ્યારે સરકાર પણ સ્પીકર દ્વારા મંજૂર કરાયેલા દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.