આજે6 ડિસેમ્બર, ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ છે. ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડંકો વગાડનાર પાંચ ખેલાડીઓનો આજે જન્મદિવસ છે. તેમાંથી 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ છે, જ્યારે એક લાંબા સમયથી ટીમની બહાર છે જ્યારે એક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ પાંચ ખેલાડીઓમાં રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર, કરુણ નાયર અને આરપી સિંહના નામ સામેલ છે જેમનો જન્મદિવસ 6 ડિસેમ્બરે છે.