સાણંદમાં ફરજ બજાવતાં SDM રાજેશ પટેલની આત્મહત્યાને રાજકીય સ્વરૂપ ના આપવા ચૌધરી સમાજના આગેવાનોએ માગ કરી છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા ચૌધરી સમાજના આગેવાએ મીડિયા સમક્ષ રજુઆત કરી હતી. અને જણાવ્યું કે, રાજેશભાઈના મોત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલીફોનીક પરિવાર સાથે વાતચીત કરી હતી અને યોગ્ય ન્યાયની ખાતરી આપી હોવાનો સમાજના આગેવાનોએ દાવો કર્યો હતો.