ભારતે આગામી એક મહિના માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું પ્રમુખપદ સંભાળ્યું છે. જેમાં ભારતની પ્રથમ પ્રાથમિકતા આતંકવાદનો મુકાબલો અને બહુપક્ષીયવાદને પ્રોત્સાહન આપવાની રહેશે. આ અવસર પર યુએનમાં ભારતના કાયમી રાજદૂત રૂચિરા કંબોજે જણાવ્યું કે ભારત કયા મુદ્દાઓ પર આગળ વધવા માંગે છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહી અંગે શું કરવું તે કોઈની પણ પાસેથી શીખવાની જરૂર નથી. ડિસેમ્બરના આખા મહિના માટે રૂચિરા કંબોજ UNSCની અધ્યક્ષતા સંભાળશે.