ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને આજે મતદાન યોજાયું છે. ગુજરાતની જનતામાં આજે હર્ષ-ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પર્વ પર તમામ લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચી રહ્યા છે. ત્યારે સુરતની બેઠક પર તમામ લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને આ દરમિયાન ઓલપાડના કરમલા ગામે લગ્નની હલ્દી સાથે યુવાને મતદાન કર્યું છે.