મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે ચોથો દિવસ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં યાત્રા આજે ઓમકારેશ્વરથી ઈન્દોર જઈ રહી છે. આજે પ્રવાસમાં ટી-બ્રેક દરમિયાન ધક્કા-મુક્કી થઈ હતી. વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પડી ગયા હતા. ત્યાં હાજર સમર્થકોએ તેમને ટેકો આપીને ઉભા કર્યા હતા.