અત્યાર સુધી આપણે અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીઓની હત્યા થયાના સમાચાર સામે આવતા હતા. પરંતુ હવે ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં ગુજરાતી યુવકની ઘાતકી હત્યા થયાની માહિતી સામે આવી છે. નવસારીના વડાલ ગામના એનઆરઆઇ યુવક જનક પટેલે દુકાનમાં લૂંટનો પ્રતિકાર કરતાં તેમની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ યુવાન આઠ મહિના પહેલા જ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થવા ગયા હતા. યુવાનની પત્ની સામે જ તેમના પતિની કપીણ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ લૂંટારુઓ હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. જેનાં કારણે ન્યૂઝીલેન્ડમાં રેહતા ભારતીયોમાં રોષ જોવા મળ્યો છે.
વડાલ ગામના વતની અને એન.આર આઈ 36 વર્ષનાં યુવાન જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની વિજેતા પટેલ નીમલાઇ ગામના વતની છે. તેઓ આઠ મહિના પહેલા જ ન્યૂઝીલેન્ડનાં હેમિલ્ટન ખાતે ગયા હતા. આ બંને દુકાનમાં કામ કરતા હતા.