ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચારેયબાજુ જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરેન્દ્રનગરના દસાડામાં જંગી સભાને સંબોધી રહ્યા છે.
શાહે સભાને સંબોધિત કરતાં કહ્યું કે ગરીબોની, આદિવાસીઓની ભાજપ સરકાર છે. કોંગ્રેસે અનેકવાર ગરીબી હટાવવાની વાત કરી. ગરીબો હટાવે, પણ ગરીબી ન હટાવી. પરંતુ નરેન્દ્રભાઇની સરકારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કામ કર્યા.
3 કરોડ ગરીબોને ઘર આપ્યા. સાડા ત્રણ કરોડ ગરીબોને વીજળી પહોંચાડી. ગરીબોને વર્ષે 5 લાખ સુધીની સારવાર મફત આપી. કોંગ્રેસીયાઓએ આટલા વર્ષો સુધી ગરીબોની રાજનીતિ કરી.