આજે પીએમ મોદી સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે અને સાથે જ ભૂજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પૂર જોશમાં છે ત્યારે યોગી આદિત્યનાથ પણ પ્રચારમાં ઉતરશે. તેઓ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સભાઓ સંબોધશે. આ સિવાય કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજે ગુજરાતમાં સુરત અને રાજકોટમાં સભા ગજવશે. આ સિવાય અન્ય સમાચારમાં રાજકોટમાં 150 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.