ગઢવીનો દીકરો મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય: માડમ

Sandesh 2022-11-15

Views 1

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષના નેતાઓ પોતાની સરકાર બનાવવા માટે રાજ્યભરમાં પ્રચારમાં કરી રહ્યા છે. રાજકીય ગરમાગરમીમાં એકબીજા પક્ષ પર આક્ષેપ કરવા તે કંઈ નવી વાત નથી. જોકે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી, એવાં દૃશ્યો ખંભાળિયા બેઠક પરથી સામે આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ઈસુદાન ગઢવીના પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો કર્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય.' મહત્ત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં આહીરો ગઢવીઓને ભાણેજ કહે છે. વિક્રમ માડમે ઈસુદાનનાં વખાણ કરતાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે 'મામા-ભાણેજ'ની આ ગજબની રાજનીતિ છે'

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS