દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Delhi MCD Election) માટે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે AAPએ તમામ 250 વોર્ડ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. AAPએ આ MCD ચૂંટણીમાં ઘણા વર્તમાન કાઉન્સિલરોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય પાર્ટીના ઉમેદવાર બનવાના સપના જોતા કેટલાક નેતાઓને ટિકિટ મળી નથી.