ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ૪૦ સ્ટાર પ્રચારકોના નામોની યાદી જાહેર થઈ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કુલ ચાર મુખ્યમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ૯ કેન્દ્રીય મંત્રીઓ, અભિનેત્રી હેમા માલિનીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ભાવનગરમા ચૂંટણી લડતા પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી અને ભાજપના લિગલ સેલનુ કામ સંભાળતા પરિન્દુ ભગતનો સમાવેશ થતા કૌતુક સર્જાયુ છે. કહેવાય છે કે, ચૂંટણી દરમિયાન આકસ્મિક સંજોગોમાં હેલિકોપ્ટરની અનિવાર્યતા પડે તો તેવા સંજોગોમાં તેના પરિવહનનો ખર્ચ જે તે ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ન ઉમેરાય તેના માટે આ પ્રકારની યુક્તિ અજમાવાઈ છે.