ઋષિ સુનકના સાસુ સંભાજીને પગે લાગ્યા, સોશિયલ મીડિયા પર હોબાળો

Sandesh 2022-11-09

Views 2K

લેખક અને બિઝનેસમેન નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે હિન્દુત્વવાદી નેતા સંભાજી ભીડેના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે. સંભાજી ભીડે છેલ્લા કેટલાક દિવસોથી એક મહિલા પત્રકારે બિંદી પહેરી ન હોવા પર વાત કરવાનો ઈનકાર કરવાને લઈને પણ ચર્ચામાં છે. આ કેસમાં સંભાજી ભીડેને મહારાષ્ટ્રના મહિલા આયોગ તરફથી નોટિસ પણ મળી છે. સુધા મૂર્તિના પગને સ્પર્શ કરતો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે પ્રમોશનલ ઈવેન્ટનો છે. આ દરમિયાન તેણી સંભાજી ભીડેને મળ્યા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS