ટ્વિટર સત્તાવાર રીતે એલન મસ્કની અંગત મિલકત બની ગયું છે. સોશિયલ મીડિયાની આ કંપની તેના સૌથી મોટા ટીકાકારોમાંના એકના નેતૃત્વમાં અનિશ્ચિત માર્ગ તરફ આગળ વધી રહ્યું છે. જો કે આ ડીલને લઈને ઘણા લોકો ચિંતિત પણ છે. તેમને ડર છે કે ટ્વિટર હેટ સ્પીચ અને પ્રચાર માટે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ બની શકે છે.