રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જેમાં રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે નવેમ્બરના બીજા સપ્તાહથી ઠંડીનું જોર વધશે. હાલ રાજ્યમાં સૂકું વાતાવરણ
રહેતા બેવડી ઋતુ રહેશે. તેમજ ઉત્તર-પૂર્વીય પવનોને લીધે ઠંડીનો વર્તારો રહેશે. સવારે ઠંડી તો બપોરે ગરમીનો લોકોએ અહેસાસ કરવો પડશે.