CM ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડાવવા પ્રસ્તાવ

Sandesh 2022-10-27

Views 1.6K

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય નેતાઓનો વિવિધ બેઠકો માટે ઉમેદવારોને લઈ ચર્ચા-વિચારણા અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ઘાટલોડીયા બેઠક માટે સેન્સ લાઈ હતી. આ સેન્સ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નામ પણ સામે આવ્યું છે. CM ભુપેન્દ્ર પટેલને ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટણીમાં ઉતારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ બેઠક પરથી માત્ર સીએમ ભુપેન્દ્ર પટેલનું જ નામ સામે આવ્યું છે. ઘાટલોડીયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલને જ ચૂંટણીમાં ઉતારવાનો સામાન્ય મત કાર્યકર્તાઓએ નિરિક્ષક સમક્ષ રજુ કર્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS