સુરતમાં ડ્રગ્સ સામે પોલીસ કમિશનરે અનોખી પહેલ કરી છે. જેમાં ડ્રગ્સથી બદનામ રાંદેર ટાઉનમાં તેમણે હાજરી આપી હતી. તેમાં સુરત પોલીસ કમિશનરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં હાજરી
આપી લોકોને જાગૃત કર્યા હતા. તેમજ નશો કરવો હોય તો ફૂટબોલ ક્રિકેટનો કરો તેમ અજયકુમાર તોમરે જણાવ્યું હતુ. સુલતાનિયા જીમખાના ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં
આવ્યું હતુ. તેમાં છાપ સુધારવા અને ત્યાં જાગૃતિ લાવવા માટેના સ્થાનિક આગેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. ડ્રગ્સ કારોબારથી બદનામ રાંદેરમાં પોલીસની અનોખી પહેલ સામે આવી છે.