દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠક કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં મળશે. આજે સાંજે 4 વાગ્યે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. CECની બેઠકમાં ગુજરાત વિધાનસભાના ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે. કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરાયું છે.