ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સેનાના 40માંથી 22 ધારાસભ્યો ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે. શિવસેનાના મુખપત્ર સામનામાં આ દાવો કરવામાં આવ્યો છે. પાર્ટીએ તેની સાપ્તાહિક કોલમમાં દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે ભાજપ દ્વારા કરવામાં આવેલી "અસ્થાયી વ્યવસ્થા" છે.