ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળના અખાતમાં આકાર લઈને રચાઈ રહેલું લો પ્રેશર સિત્રાંગ વાવાઝોડું બની દેશના ઉત્તરપૂર્વ, પર્વ અને દક્ષિણ-પૂર્વના વિસ્તારોમાં આગામી ત્રણ-ચાર દિવસ માવઠું લઈ આવશે. તેથી દિવાળીના સપરમાં દિવસોની ઉજવણીમાં અવરોધ સર્જાઈ શકે.