અમદાવાદ શહેરના રોડ-રસ્તા ખરાબ કરનાર એકમો ચેતી જજો. કોર્પોરેશન દ્વારા રોડ ખરાબ કરનારાઓ સામે લાલઆંખ કરી કાર્યવાહી કરાઇ છે.
જી હા સાફલ્ય ઇન્ફ્રા પ્રોજેક્ટને 25 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શન સાઈટ દરમિયાન ટ્રક દ્વારા રોડ ખરાબ કરાયો હતો. વારંવાર ટ્રકો હંકારી રોડ બગાડયો હતો. વારંવાર સાઈટ પર ટ્રક જતા રોડ પર માટી ફેલાય ગઇ હતી. તેના લીધે સ્ટારબજાર પાસેના રસ્તાઓ ઉબડ-ખાબડ થઇ ગયા હતા.