ભાવનગર શહેર અને જિલ્લામાં ફાયર એન.ઓ.સી વગર જ કેટલાક ફટાકડા સ્ટોલ ધમધમવા લાગ્યા છે. ત્યારે આગ અકસ્માતનો બનાવ બનશે તો જવાબદાર કોણ છે. તે સવાલ લોકોમાં
ચર્ચાઇ રહ્યો છે. એન.ઓ.સી માટે માત્ર મનપામાં સત્તાવાર માત્ર 1 જ ફટાકડા સ્ટોલ ધારકની અરજી આવી છે. જ્યારે અન્ય કોઈ ફટાકડા સ્ટોલ ધારકે ફાયર એન.ઓ.સી લીધુ નથી અને શહેર
માં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ તેમજ ગીચ વિસ્તારોમાં લારીઓના ખડકલા થયા છે. ત્યારે કેમ ફાયર એન.ઓ.સીના પ્રશ્ને મનપાનો ફાયર વિભાગ કાર્યવાહી કરશે કે નહી તેવા સવાલો લોકોમાં
ઉભા થયા છે.