અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર અહીં સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટીંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર છે.
ગુવાહાટી ડિફેન્સ પીઆરઓ અનુસાર, આર્મીનું હેલિકોપ્ટર ટુટિંગથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. જ્યાં આ અકસ્માત થયો છે, તે રોડથી જોડાયેલ નથી. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.