વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે રાજકોટ ખાતે પહોંચ્યા છે. વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ પરથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શોમાં ભાગ લઇને હવે વડાપ્રધાન રેસક્રોસ ગ્રાઉન્ડ ખાતે સભામાં પહોંચ્યા છે. વડાપ્રધાને લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બાંધવામાં આવેલા 1100થી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે લાભાર્થીઓને તેમના ઘરના ઘરની ચાવી આપવામાં આવી હતી.