ઈટાલીની રાજધાની રોમની એક હોસ્પિટલમાં ડોક્ટરોએ ખૂબ જ આશ્ચર્યજનક સર્જરી કરી છે. વાસ્તવમાં અહીંના એક સંગીતકારને મગજની ગાંઠ થઈ હતી. આવી સ્થિતિમાં તેને ખૂબ જ જટિલ સર્જરી કરાવવી પડી હતી. ખાસ વાત એ છે કે આ સર્જરી દરમિયાન આ દર્દી 9 કલાક સુધી જાગતો રહ્યો અને સતત સેક્સોફોન વગાડતો રહ્યો. સારી વાત એ છે કે ગાંઠ કાઢી નાખવામાં આવી અને આ સર્જરી સફળ રહી.