મુંબઈ એરપોર્ટ સોનાની દાણચોરી ધમધમી

Sandesh 2022-10-13

Views 1

મુંબઈ એરપોર્ટ પરથી અવાર-નવાર સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગે ઈથોપિયાના આદીસ અબાબાથી મુંબઈ આવી રહેલા ભારતીય નાગરિકની 8.40 કરોડની કિંમતના 16 કિલો સોના સાથે ધરપકડ કરી છે. આ પહેલા પણ અનેક પ્રવાસીઓ આ રીતે સોના સાથે ઝડપાઈ ચૂક્યા છે. તો મંગળવારે અને બુધવારે પણ સોનાની દાણચોરીની ઘટના સામે આવી હતી. આ તમામ ઘટનાઓમાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોના સાથે ઝડપાયેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS