બ્રિટેનના ગૃહમંત્રીએ ભારતીય પ્રવાસીઓ અંગે નિવેદન આપ્યું હતું અને હવે બ્રિટન મુશ્કેલીમાં ફસાય ગયું છે. સુએલા બ્રેવરમેનના નિવેદન બાદથી ભારત આકરૂ વલણ અપનાવી રહ્યું છે. બ્રેવરમેને કહ્યું હતું કે, મુક્ત વેપાર કરારથી બ્રિટનમાં ભારતીયોનો ધસારો વધશે. આ પછી ભારતે જવાબ આપ્યો કે ભવિષ્યમાં કોઈપણ ડીલ બંને પક્ષોના ફાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. બ્રિટનના સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે સુએલા બ્રેવરમેનના આ નિવેદનથી ભારત આઘાત અને નિરાશ છે. આ નિવેદન બાદ ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાની શક્યતા ઓછી થઈ રહી છે.