અમદાવાદના જમાલપુરમાં ગુજસીટોકના આરોપીના ઘરે ડિમોલેશન કરવામાં આવ્યું છે. જેમાં જમાલપુરમાં કુખ્યાત અમઝા બાલમ ખાનના ઘરે ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે.
તેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન 3 ડીસીપી તથા AMCના અધિકારીઓ કાર્યવાહી સ્થળે હાજર રહ્યાં છે.