રાજકોટમાં ગોંડલના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જેમાં રાજપૂત સમાજના પ્રમુખ સહદેવસિંહને નિષ્ક્રિય કરવા ઠરાવ પાસ કરાયો છે. તેમાં તાલુકા રાજપૂત સમાજની મળેલી
કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તથા નવા કાર્યકારી પ્રમુખ તરીકે હરિસિંહ વાઘેલાની નિમણુક કરવામાં આવી છે. તથા કારોબારી સામે સહદેવસિંહ જાડેજા કોર્ટમાં જશે. તેમજ નિર્ણય
અંગે સહદેવસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે કોઈ પણ નિર્ણય સામાન્ય સભામાં થાય છે. આ નિર્ણયને ન્યાયતંત્ર સામે પડકારવામાં આવશે.