માણસા તાલુકાના લોદરા ગામમાં નવરાત્રીના છેલ્લા નોરતે ધમાલ થઈ છે. ગામમાં મોડી રાત સુધી ગરબા ચાલી રહ્યા હતા જેથી બાજુના ગામના યુવાનો ગરબા જોવા માટે આવ્યા હતા. યુવાનોએ ચાલુ ગરબામાં ગાડી અને બાઈક ઘુસાડતા બન્ને પક્ષે માથાકુટ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. તેમજ ગાડી અને બાઈકને નુકશાન થયુ છે.