દેશમાં નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં નવરાત્રિનો માહોલ કંઇક જુદો જ જોવા મળે છે. તેમાં ગુજરાતી હોય અને ગરબા ના કરે તેવું ભાગ્યે જ જોવા મળે છે.
તેવામાં સુરત ખાતે નવરાત્રિમાં પાવરકટ થતાં લોકોએ ગરબાની મોજ તો માણી જ છે. અનોખા જુગાડ માટે પણ ગુજરાતી ફેમસ છે. તેવામાં સુરતની એક સોસાયટીમાં રાતે પાવરકટ થતાં
ગરબા અટક્યા ન હતા. જેમાં ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરની લાઇટ ચાલુ કરી સુરતીઓએ ગરબાની મોજ માણી છે.