આઇફોન બનાવતી યુએસ ટેક કંપની એપલ માટે ગુરુવારનો દિવસ ખૂબ જ ભારે હતો. વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના શેર 4.9 ટકા તૂટ્યા છે. આનાથી કંપનીના માર્કેટ કેપમાં લગભગ 120 ડોલર બિલિયનનો ઘટાડો થયો. આ રકમ ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં ઓછી અને મુકેશ અંબાણીની નેટવર્થ કરતાં દોઢ ગણી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ 128 બિલિયન ડોલર છે અને અંબાણીની નેટવર્થ 80.3 બિલિયન ડોલર છે. ઉપરાંત આ રકમ વિશ્વના સૌથી મોટા અમીર એલોન મસ્કની નેટવર્થની અડધી છે. મસ્કની કુલ સંપત્તિ 240 બિલિયન ડોલરની છે.