ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ તેના ચાહકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ સંભાળે છે. ધોનીએ પોતાના કરિયરમાં ઘણા ખેલાડીઓને તક આપી પરંતુ કેટલાક લોકો એવા છે જે હજુ પણ તેને ઈરફાન પઠાણ જેવા સ્ટારની કારકિર્દી ખતમ કરવા માટે જવાબદાર માને છે. આ દરમિયાન ઈરફાને આવા જ એક ટ્વિટ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો.