ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે એફ-16 ફાઈટર જેટની જાળવણી માટે અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા પેકેજ પર ચિંતા વ્યક્ત કરી હતી. એક દિવસ બાદ હવે વોશિંગ્ટને આ અંગે પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ભારત અને પાકિસ્તાન સાથે તેના સંબંધો અલગ-અલગ પ્રકારના છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન બંને સાથેના અમારા સંબંધોને એક દૃષ્ટિકોણથી જોતા નથી. બંને દેશો જુદા જુદા મુદ્દા પર અમારા ભાગીદાર છે. આ પહેલા જયશંકરે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા.