શહેરમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર નામનું જ થતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના દૂધસાગર રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર ગત મોડી રાત્રે નશામાં ધુત બેલડી પેટ્રોલ પુરાવવા પહોંચી હતી અને ડમડમ હાલતમાં જ પેટ્રોલ પંપના કર્મચારીને ગાળો ભાંડી છરી દેખાડી રોફ જમાવ્યો હતો.