મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મારા ઘણા મિત્રો મને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે કહી રહ્યા છે. પરંતુ 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.