અમિત શાહ અને CMનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

Sandesh 2022-09-26

Views 804

બાવળા APMCમાં ખેડૂત સંમેલન યોજાયું છે. જેમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે અમિત શાહે સંબોધન કરતા

જણાવ્યું છે કે નવરાત્રિની ખુબ ખુબ શુભેચ્છા આજે મારા માટે સંતોષનો દિવસ છે. જેમાં પાણી નહીં પણ લક્ષ્મી મોકલવાનું કામ કર્યું છે. તથા કોંગ્રેસે નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી.

કોંગ્રેસે નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી

ઉલ્લેખનીય છે કે દિવાળીએ સારા ઘીનો કંસાર બનાવજો. આજે સારા દિવસો આવ્યા છે. પ્રાકૃતિક ખેતીથી સવા ઘણું ઉત્પાદન થાય છે. રાજ્યમાં 3 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. કાંઠા

વિસ્તારના લોકોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તથા ખેડૂતોને પાણી નહીં સાક્ષાત લક્ષ્મી આપવાનું કામ કર્યું છે. કોંગ્રેસે નર્મદા યોજનાને ધ્યાનમાં ના લીધી. પીએમ નરેન્દ્ર મોદી

નર્મદાના પાણીને ગુજરાતમાં લાવ્યાં હતા. તથા સાણંદના 37 બાવળાના 16 ગામોના ખેડૂતોને લાભ મળશે. જેમાં નરેન્દ્ર મોદીએ અનેક વિવિધ સુવિધા આપી છે.

175 કરોડના ખર્ચે યુરિયા નેનો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું

કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતુ કે આપણું સૌભાગ્ય છે કે આ અમિત શાહ હાજર છે. હજારો ખેડૂતોના હિત બદલ આભાર માનું છું. હરિતક્રાંતિના પ્રયાસને આ

નિર્ણય વેગ અપાશે. આપણો દેશ કૃષિ પ્રધાન રહ્યો છે. 175 કરોડના ખર્ચે યુરિયા નેનો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. પીએમએ જય જવાન જય કિશન જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન

જોડ્યો છે. તથા પીએમ સીએમ હતા ત્યારથી કૃષિ મહોત્સવ ચાલુ કર્યો હતો એ આજે રોલમોડેલ સાબિત થયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS