સુરતમાં સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કર્યો

Sandesh 2022-09-20

Views 1.8K

સુમુલ અને ચોર્યાસીના તમામ સેન્ટરો પરથી રાબેતા મુજબ દૂધનું વેચાણ ચાલુ રહેશે. તેમજ દરેક સેન્ટર પરથી પર્યાપ્ત માત્રામાં દૂધનો જથ્થો મળી રહેશે. દૂધ વેચાણ બંધ હોવાની વાતને

સુમુલના ચેરમેન માનસિંહ પટેલે ફગાવી દીધી હતી. સુમુલ ડેરીની સાથે ચોર્યાસી ડેરી પણ દૂધનું વેચાણ ચાલું રાખશે. ગ્રાહકોને રાબેતા મુજબ દૂધ મળી રહેશે તેમ ચોર્યાસી ડેરીએ પણ

જણાવ્યું હતું. જોકે જે લોકોના ઘરે માલધારીઓ દૂધ પહોંચાડે છે, તેઓના ઘરે બુધવારે દૂધ નહીં આવે.


બીજી તરફ સુરત જિલ્લા અને શહેરના માલધારીઓ અંદાજિત 1 લાખ લિટર જેટલું દૂધ સરકારી હોસ્પિટલના દર્દીઓ, ગરીબો અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વિતરણ કરી અનોખી રીતે

વિરોધ કરશે. જોકે, મોટાભાગના માલધારીઓ ગ્રાહકોને સીધેસીધું છૂટક દૂધનું વેચાણ કરતાં હોવાથી ડેરીના દૂધની આવક કોઈ અસર થશે નહીં. પરંતુ માલધારીઓ પાસેથી દૂધ ખરીદતા

ગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે.

સચીન અને પાંડેસરામાં મોડી સાંજ સુમુલ ડેરીના દૂધ વાહનને અટકાવાઇ

માલધારીઓએ 21મીએ દૂધનું વિતરણ નહીં કરવાની જાહેરાત કરી હતી. પરંતુ

20મીએ સાંજથી જ સચિન અને પાંડેસરા વિસ્તારમાં માલધારીઓએ સુમુલ ડેરીના દૂધ વાહનને ઘેરી પથ્થરમારો કરી વાહનમાંથી હવા કાઢી નાખી હતી. એટલું જ નહીં દૂધ વેચાણના

કાઉન્ટર પર ઊભેલા દૂધવાહનોના ચાલકો સાથે પણ જીભાજોડી કરી હતી.

દૂધના વાહનોને અટકાવાતા સમુલ ડેરીના જવાબદાર અધિકારીઓએ દોડતાં થઈ ગયા હતા.


તથા સુમુલ ડેરીના દૂધ કાઉન્ટરની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ

કરી છે. જેમાં

21મીને બુધવારે માલધારીઓએ દૂધ વિતરણ બંધ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે માલધારીઓ દ્વારા સુમુલ ડેરીના દૂધ વિતરણ કાઉન્ટર એજન્સી પર હુમલો કરી નુકશાન પહોંચાડવામાં

આવે તેની સંભાવના છે ત્યારે સુમુલ ડેરીના દૂધ વેચાણ કેન્દ્રોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સુમુલ ડેરીએ માંગણી કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS