આજે પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના શાહીબાગ ખાતે આજરોજ બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.